Posts

Showing posts from March, 2020

૨૧ દિવસ ઘરબંધી

નમસ્કાર મિત્રો...!!! કોરોના વાયરસ ને લીધે ભારત સરકારે ૨૧ દિવસ નું લોકડાઉન જાહેર કર્યું છે. મહામારી વિષે વધુ નય લખું પરંતુ, મારી સામે રેહતા એક પરિવાર નાં દિન ચર્યા ની વાત કહીશ. હું ગુજરાત સરકારમાં નોકરી કરું છું. હાલ અમારી તાલીમ સચિવાલય ખાતે હોવાથી છેલ્લા ૮ મહિના થી ગાંધીનગર ભાડા નાં મકાન માં રહું છું. ઘર ની બહાર કોમન પ્લોટ છે. પ્લોટ માં આજુ બાજુ નાં રહીસો એ  જાડ અને ફૂલછોડ ઊગાડી સુંદર નાનાં એવા બગીચા બનાવ્યા છે. સાથે પશુ પંખીઓ માટે પાણી નાં કુંડ પણ રાખ્યા છે. ભાત ભાત નાં પક્ષિયો આવે, ખિસકોલી આવે, ગાય, કુતરા પણ આવે. નઝારો એકદમ રળિયામણો લાગે. આટલી શાંતિ ની ટેવ નહિ એટલે ઘણી વખત ગમે પણ નહી. આજે લોકડાઉન નો બીજો દિવસ છે. કઈ કામ હાલ નાં હોવાથી આમ તો હું મોડો ઉઠું છું. પરંતુ દૂધ ની દુકાનો વેહલી સવાર થી થોડા ટાઈમ માટે જ ખુલી રેહવાની હોવાથી, આજે દૂધ લેવા જવા માટે વેહલો ઉઠ્યો, આશરે ૬:૩૦ એ. ઘર ની સામે નાં બગીચા માં કબુતર ને ચણ નાખી ને દૂધ લઇ આવ્યો. આવી ને ફ્રેશ થઈ ને, નાસ્તો કરી ને, મારી પુસ્તક લઇ બાલકનીમાં ખુરશી રાખી વાંચવા બેસી ગયો. ઘર ની સામે એક ત્રણ માળ નું ઘર છે. વસ્તારી પરિવાર રહે