Posts

Showing posts with the label gujarati

લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

Image
શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ, અને લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ. જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને, ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને! પ્રભુને મળવા ગયો, ને રસ્તો ભૂલી ગયો, માણસ તો બનવા ગયો, પણ પ્રેમ ભૂલી ગયો, પરિવાર ને પામવા ગયો ત્યાં ખુદ ને ભૂલી ગયો, પૈસા ને પામવા ગયો, તો પરિવાર ને ભૂલી ગયો. જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો, અને ઉમર યાદ આવી ત્યારે, હું જીવન ભૂલી ગયો.. કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ.. જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે.. મારી સાથે બેસીને... સમય પણ રડ્યો એક દિવસ બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે.. હું જ ખરાબ ચાલી રહ્યો છુ.. શું વેંચીને તને ખરીદુ, "જિંદગી" મારુ તો બધુજ ગીરવી પડ્યું છે. જવાબદારીના બજારમાં.. દિલનો નેક છું સાહેબ.. "શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ સ્વાદ અલગ છે મારા શબ્દોનો.. ઘણા ને સમજાતો નથી... તો ઘણા ને ભૂલાતો નથી.. રોજ સાંજે... સુરજ નહિ.. પણ.. આ અણમોલ જિંદગી . . ઢળતી જાય છે.. આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી.. સમજોતો મોતી ન સમજો તો પાણી.. સહન કરવાની આવડત હોય તો મુસીબતમાંય ...

એક પત્ર મીરા ને ....

Image
એક પત્ર મીરા ને લખવો છે. મીરા, તમને પત્ર લખવા માટે સંબોધન નય, આત્મ સંશોધન ની જરૂર પડે. ખોવાવું પડે આપડા પોતાનામાં; પૉપ સંગીતમાં મસ્ત બનેલા અમને, તમારા એકતારા ના સુરનો પરિચયતો ક્યાંથી હોય...! માધવ માધવ ભજતાં ભજતાં ખરેખરતો,  તમેજ માધવ બની ગયા છો. સાચું કહું છું, તમારા મુખ ને દર્પણમાં જોઈ લેજો... સમાજે ભલે એની સમજ મુજબ તમને ભક્ત કહ્યા...  પણ તમેતો કૃષ્ણના પ્રેમની મસ્તીમાં ગળાડૂબ હતા. મીરા, તમને ક્યારેય ગુસ્સો ના આવ્યો...? કૃષ્ણ તમને મોડા સમજ્યા એનો નય..., કૃષ્ણ એ તમારી બોવ પરીક્ષા કરી એનો...! સ્ટ્રીટલાઈટના અજવાળાંમાં ઉછળેલી સંસ્કૃતીને..., ચાંદની રાતનાં અજવાળાની ખબરતો ક્યાંથી હોય...!  પ્રેમ તમે કર્યો જ નથી, તમે જે કઈ કર્યું તે જ પ્રેમ છે. મીરા, તમે જ કહો કૃષ્ણ ની વાંસળી કેવી રીતે સંભળાય...?  એનો સાદ તો ડિસ્કોથેક ના ઘોંઘાટીયાં વાતાવરણમાં પણ સંભળાય, એ ખરું...   પણ એ કાન લાવવાં ક્યાંથી...? રાણા એ ધરેલા કટોરાનું  ઝેર તમે ભલે પીધું, પણ ખરેખર તો તમે રાણાનો અહંકાર પી ગયેલા. કટોરોં તો મેય ધર્યો છે. આંખો માંથી તમારી યાદના નીકળેલા આંસુનો. પીવા આવો છો ને...? તમારો એક...

૨૧ દિવસ ઘરબંધી

નમસ્કાર મિત્રો...!!! કોરોના વાયરસ ને લીધે ભારત સરકારે ૨૧ દિવસ નું લોકડાઉન જાહેર કર્યું છે. મહામારી વિષે વધુ નય લખું પરંતુ, મારી સામે રેહતા એક પરિવાર નાં દિન ચર્યા ની વાત કહીશ. હું ગુજરાત સરકારમાં નોકરી કરું છું. હાલ અમારી તાલીમ સચિવાલય ખાતે હોવાથી છેલ્લા ૮ મહિના થી ગાંધીનગર ભાડા નાં મકાન માં રહું છું. ઘર ની બહાર કોમન પ્લોટ છે. પ્લોટ માં આજુ બાજુ નાં રહીસો એ  જાડ અને ફૂલછોડ ઊગાડી સુંદર નાનાં એવા બગીચા બનાવ્યા છે. સાથે પશુ પંખીઓ માટે પાણી નાં કુંડ પણ રાખ્યા છે. ભાત ભાત નાં પક્ષિયો આવે, ખિસકોલી આવે, ગાય, કુતરા પણ આવે. નઝારો એકદમ રળિયામણો લાગે. આટલી શાંતિ ની ટેવ નહિ એટલે ઘણી વખત ગમે પણ નહી. આજે લોકડાઉન નો બીજો દિવસ છે. કઈ કામ હાલ નાં હોવાથી આમ તો હું મોડો ઉઠું છું. પરંતુ દૂધ ની દુકાનો વેહલી સવાર થી થોડા ટાઈમ માટે જ ખુલી રેહવાની હોવાથી, આજે દૂધ લેવા જવા માટે વેહલો ઉઠ્યો, આશરે ૬:૩૦ એ. ઘર ની સામે નાં બગીચા માં કબુતર ને ચણ નાખી ને દૂધ લઇ આવ્યો. આવી ને ફ્રેશ થઈ ને, નાસ્તો કરી ને, મારી પુસ્તક લઇ બાલકનીમાં ખુરશી રાખી વાંચવા બેસી ગયો. ઘર ની સામે એક ત્રણ માળ નું ઘર છે. વસ્તારી પરિવાર ...