૨૧ દિવસ ઘરબંધી


નમસ્કાર મિત્રો...!!!

કોરોના વાયરસ ને લીધે ભારત સરકારે ૨૧ દિવસ નું લોકડાઉન જાહેર કર્યું છે. મહામારી વિષે વધુ નય લખું પરંતુ, મારી સામે રેહતા એક પરિવાર નાં દિન ચર્યા ની વાત કહીશ.

હું ગુજરાત સરકારમાં નોકરી કરું છું. હાલ અમારી તાલીમ સચિવાલય ખાતે હોવાથી છેલ્લા ૮ મહિના થી ગાંધીનગર ભાડા નાં મકાન માં રહું છું. ઘર ની બહાર કોમન પ્લોટ છે. પ્લોટ માં આજુ બાજુ નાં રહીસો એ  જાડ અને ફૂલછોડ ઊગાડી સુંદર નાનાં એવા બગીચા બનાવ્યા છે. સાથે પશુ પંખીઓ માટે પાણી નાં કુંડ પણ રાખ્યા છે. ભાત ભાત નાં પક્ષિયો આવે, ખિસકોલી આવે, ગાય, કુતરા પણ આવે. નઝારો એકદમ રળિયામણો લાગે. આટલી શાંતિ ની ટેવ નહિ એટલે ઘણી વખત ગમે પણ નહી.

આજે લોકડાઉન નો બીજો દિવસ છે. કઈ કામ હાલ નાં હોવાથી આમ તો હું મોડો ઉઠું છું. પરંતુ દૂધ ની દુકાનો વેહલી સવાર થી થોડા ટાઈમ માટે જ ખુલી રેહવાની હોવાથી, આજે દૂધ લેવા જવા માટે વેહલો ઉઠ્યો, આશરે ૬:૩૦ એ. ઘર ની સામે નાં બગીચા માં કબુતર ને ચણ નાખી ને દૂધ લઇ આવ્યો. આવી ને ફ્રેશ થઈ ને, નાસ્તો કરી ને, મારી પુસ્તક લઇ બાલકનીમાં ખુરશી રાખી વાંચવા બેસી ગયો.

ઘર ની સામે એક ત્રણ માળ નું ઘર છે. વસ્તારી પરિવાર રહે છે. ઘણો સમૃદ્ધ પરિવાર: ૩ મોટી ગાડી છે , સ્કુટરો છે. પહેરવેશ ઉપર થી એવું લાગે ગામડે રેહતા હશે અને જાજુ ભણેલા નહિ હોય. કોમન પ્લોટ માં ઘણી વખત દાદા અને દાદી ખાટલો ઢારી ને બેસે. ૨-૩ દિવસ થી એમના ઘર માં થી ખુબ અવાજ સંભળાય. આજે થોડું ધ્યાન થી જોયું. એમના ઘર માં દાદા, દાદી, એમના ૨-૩ પુત્રો , પુત્ર વધુઓ અને એમના છોકરા છોકરી ઓં રહે છે. આજ નાં સમય માં આવો સાથે રહેતો પરિવાર જોય મને ખુબ આનંદ થાય. આવા કપરા દિવસો , સાથે રેહતા પરિવાર માં ક્યાં જતા રેહશે ખ્યાલ પણ નાં આવે.

હવે કરીએ એમના સવાર નાં કાર્યક્રમ ની મૂળ મુદ્દા ની વાત. આજે સવારે જોયું, તો આખો પરિવાર, દાદા થી લઇ ને દરેક પૌત્ર અને પૌત્રીઓ ઘર ની અગાશી ઉપર લગભગ ૧ મીટર નાં અંતરે ઉભા હતા (social distancing રાખવાનું ને ભાઈ!). દાદા બધાને કશરત કરાવતા હતા. આશરે ૩૦ મિનીટ વ્યાયામ કર્યો બધાં એ. પછી થોડી વાર શાંતિ રહી. મેં મારી બૂક વાંચવાની ચાલુ રાખી.

થોડી વાર પછી અવાજ સંભળાયો "ઓમ શાંતિ શાંતિ", મારું તરત ત્યાં ધ્યાન પડ્યું. ધ્યાન થી જોતા અને સાંભળતા ખબર પડી કે સહપરિવાર પ્રાથના ચાલે છે. સર્વે લોકો ગાયત્રી મંત્ર: "ૐ ભૂ: ભુવ: સ્વ: તત સવિતુ:  વરેણ્યં ભર્ગો: દેવસ્ય ધીમહી ધિયો યો ન: પ્રચોદયાત." બોલે છે. પછી વારો આવ્યો મહા મ્ર્યુંત્યુંન્જય જાપ નો: "ઓમ ત્ર્યામ્બકામ યજામહે સુગંધિમ પુશ્તીવાર્ધાનામ, ઉર્વારુકામીવા બબંધાનત મૃતોર્મુક્શીયા મામૃતાત". અને છેલ્લે માતાજી ની આરતી. શું વાતાવરણ હશે કલ્પના કરો...!!!

આના પછી વારો આવ્યો લાફ્ટર ક્લબનો. ઘર માં જ જોર જોર થી દાદા એ બધાં ને લાફ્ટર કરાવ્યું.પછી શાંતિ પ્રસરી, બધાં પોત પોતાના ઘર કામ માં લાગ્યા હશે. માત્ર બાળકો નો કલબલાટ સંભળાતો હતો. થોડી વાર પછી જોયું તો છોકરાઓ ફળિયામાં સ્કૂલ ની જેમ બેઠા હતા અને દાદા ભણાવતા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમ્ નાં નારા પણ સંભરાણા, જાણે કોઈ આઝાદી ની ચળવળ ચાલુ થય હોય એમ.

આટલી દિન ચર્યા જોય, લગભગ ૧૦:૩૦ થયા હશે, હું મારી બૂક લઇ ઘર માં જતો રહ્યો. પરંતુ આવો પરિવાર જોય અનહદ આનંદ થયો. વિચારો  એક જ પરિવાર માં કેટલી વસ્તુ જોવા મળી: સ્વાસ્થ માટે જરૂરી વ્યાયામ અને બધાં દર્દ ની દવા એટલે કે હાસ્ય (સોસિયલ ડિસ્ટન્સીંગ સાથે), ભારત ની સંસ્કૃતિ મુજબ સહપરિવાર પ્રાર્થના, અને બાળકો નાં અભ્યાસ સાથે દેશ ભક્તિનું શીંચન પણ. જેના પેહેરવેશ ઉપર થી હું, અભણ અને ગામડયો ધારતો હતો ઈ પરિવાર કેટલો ભાગ્યશાળી અને આગળ છે.

આવો પરિવાર હોય તો ૨૧ દિવસ હસતા-રમતા ક્યાં જતા રહે ઈ ખબર પણ નાં પડે. આપણો ભારત દેશ અને એની સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ છે...!!!  તો ચાલો આપણે પણ ઘરમાં રહીએ અને આ કોવીડ-૧૯ નામના રાક્ષસને નાથવામાં સરકાર ને સહકાર આપીએ.

#StayHomeStaySafe #IndiaFightsCorona #21DaysOfLockdown

Follow me on Twitter 🐦: twitter.com/ket_ec






Comments

  1. Casino - Review and Ratings by Casino Guru
    Read our casino 데일리 벳 review, its games, complaints and more. It's free and easy to use, with 꽁머니 지급 lots of options including deposits, 인생도박 withdrawals 일반인 후방 and withdrawal. bet 분석

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

The 7 Natural Laws of the Universe.

કૃષ્ણાયન માંથી.....