કૃષ્ણાયન માંથી.....
"વિશ્વકર્માએ સર્જેલી મૃત્યુ, જરા, દુઃખ અને રોગ ન આપે તેવી ધરા હું સમુદ્રને પાછી સોપીશ અને ત્યાર પછી હું સ્વધામ ફરીશ....."
"નબળાઈ સ્વીકારી લેવી એનાથી મોટી કોઈ નબળાઈ નથી...."
"કૃષ્ણનો ધર્મ સ્વીકારવાનો છે... એ કશાયનો અસ્વીકાર નથી કરતા"
"જળનું મૂલ્ય ત્યારે જ સમજાય છે, જયારે તરસ હોય... તરસ વિનાનાં જળને કોઈ સન્માંનતુ નથી..."
"સમય અને સંજોગો કોઈનીય પ્રતીક્ષા નથી કરતા... આજે મારો સમય પણ ના કહે છે મને... સમયથી વધુ પ્રતીક્ષા કરવાની..."
"રુદન ઘણી વાર ખુબ શાંતિ આપે છે સખી, રુદન અટકાવીને આપણે આપણા જ શ્વાસ રૂંધીએ છીએ...."
"જયારે જયારે મનમાં શંકા ઉદભવે છે ત્યારે શ્રદ્ધા લુપ્ત થાય છે, સખી!"
"પુરુષ સ્ત્રીમાં શરીર સિવાય શું ઝંખે? પુરુષ સ્ત્રીમાં ઘણુબધું ઝંખે છે. એક મા, એક પ્રિયતમા, એક પત્ની, એક મિત્ર, એક મંત્રી અને ક્યારેક એક વિચક્ષણ શત્રુ પણ...."
"પણ હું તો પૂર્ણ જ આપું છું સૌને. ક્યારેય ઓછું કે વધતું-ઘટતું વહેચતો જ નથી. આ તો દ્રષ્ટિનો ભ્રમ છે. કોઈ ક્યારેય સ્નેહ કરવામાં મણા નથી રાખતું, આપણું મન જ વધુ ને વધુ માંગ્યા કરે છે, પ્રિયે! અને એ અપેક્ષાઓની રેતીમાં રેડતો સ્નેહ હમેશા પીવાતો જાય છે. રેતી તો તરસી જ રહે છે."
"વર્ષાની અપેક્ષા હોય તો ફળદ્રુપ જમીન બનવું પડે. વાદળ પણ વૃક્ષોથી ઘેરાયેલા વનોમાં વધુ વરસે છે."
"અતિ, કશાયની પણ શ્રેય નથી આપતી. પાકને ઊગવા માટે પ્રમાણસરની વર્ષા અનિવાર્ય છે.... તમને પ્રમાણસરનો સ્નેહ જ પાચ્ય હોય શકે. સ્નેહની પણ અતિ ક્યારેક વિનાશ નોતરે છે."
"સૌ પોતપોતાના સ્થાને સાચા જ હોય છે. અંતિમ સત્ય તો સ્થાન બદલવાથી જ સમજી શકાય. બીજી દિશામાં જોશો જ નહીં તો એ દિશામાં થયેલો સૂર્યોદય તમારા સુધી પ્રકાશ નહિ લાવી શકે...."
"સત્ય તો બંધ આંખે દેખાતા તડકા જેવું છે. પ્રકાશ ન પોહચે તોય તેજનો અનુભવ તો થઈ જ શકે..."
"આંસુ બીજું કઈ નથી, માત્ર હ્યદયની ભાવના છલકાઈને ચક્ષુઓ દ્વારા ઉભરાય છે, જયારે શબ્દો ખૂટી પડે છે અને છતાં, વાત અધુરી રહી જાય, ત્યારે આંસુ એને પૂરી કરે છે."
"જો આપણે પુરુષ અને સ્ત્રીના વ્યક્તિત્વનું એક ખાસ ચિહ્ન શોધવા ઇચ્છીએ, પુરુષો અહંકારમાં જીવે છે, સ્ત્રીઓ ઈર્ષ્યામાં જીવે છે. સાચે જ ઈર્ષ્યા અહંકારનું 'નિષ્ક્રિય' રૂપ છે. અહંકાર ઈર્ષ્યાનું 'સક્રિય' રૂપ છે. અહંકાર સક્રિય ઈર્ષ્યા છે. ઈર્ષ્યા નિષ્ક્રિય અહંકાર છે."
"આપણી સમજણમાં જે તકલીફ પડે છે એ આપણે કારણે હોય છે. આપણે પ્રેમને એક અને એકની વચ્ચેનો સંબંધ માનીએ છીએ. પ્રેમ એવો છે નહિ અને એટલા માટે આપણે પછી પ્રેમને માટે ઘણી ઘણી ઉપાધિમાં પડીએ છીએ અને ઘણી મુશ્કેલીઓ ઊભી કરીએ છીએ. પ્રેમ એવું ફૂલ છે, જે ક્યારેય પણ અને કોઈને માટે આકસ્મિક રૂપે ખીલી શકે છે. ન એના ઉપર કોઈ બંધન છે, ન એના ઉપર કોઈ મર્યાદા છે અને બંધન કે મર્યાદા જેટલી વધારે હશે, એટલો આપણે એક જ નિર્ણય કરી શકશું કે આપણે એ ફૂલને જ ખીલવા નથી દેતા. પછી એ એકને માટે પણ નથી ખીલતું. પછી આપણે પ્રેમ વિના જીવી લઈએ છીએ. પરંતુ અપ્પને ભારે અજબ લોકો છીએ. આપણે પ્રેમ વિના જીવવાનું પસંદ કરશું, પરંતુ પ્રેમની માલિકી છોડવાનું પસંદ નહિ કરીએ. આપણે એ પસંદ કરી લઈશું કે આપણી જિંદગી પ્રેમ વિનાની ખાલી પસાર થઈ જાય, પરંતુ આપણે એ સહન નહિ કરીએ કે જેને આપણે પ્રેમ કર્યો છે, એને માટે કોઈ બીજું પણ પ્રેમપાત્ર હોઈ શકે..."
"ચાહવું એ પામવું નથી... અન્યના સુખની પ્રાર્થના કરવી, એને માટે પ્રયત્નશીલ રેહવું, એ પણ પ્રેમ જ છે."
"જેને જોઈએ ત્યારે કૃષ્ણ મળી રહે, એ જ મારા અસ્તિત્વનો અર્થ છે, પ્રિયે!"
"તમે આ વ્યક્તિને કે તે વ્યક્તિને પ્રેમ નથી કરતા. કેવળ પ્રેમ કરો છો અને ધીમે ધીમે સ્વયં પ્રેમ બની જાઓ છો."
"પ્રેમ જયારે કોઈ એક વ્યક્તિમાં સીમિત થઇ જાય ત્યારે એ બંધિયાર પાણીની જેમ, બંધિયાર ઓરડાની જેમ મલીન અને દુષિત થઇ જાય છે. કોઈ મારું છે અથવા હું કોઈનો છું, એ અહં છે અને પ્રેમને અહં સાથે અહંકાર સાથે કદીયે સંબંધ રહ્યો નથી."
"ખરું છે. સૌ પોતપોતાની એકલતામાં એકલા જ હોય છે. સૌએ પોતાના એકાકીપણાનો ભાર પોતે જ ઉપાડવાનો હોય છે. પરંતુ પ્રિયે, એકલતા અને એકાકીપણા વચ્છે બહુ મોટો ભેદ છે. એકલતાને એકાકીપણું સમજી લેવાની ભૂલ આપણે સૌ કરીએ છીએ. એક વખત તમે તમારા એકાકીપણાને એકલતા સમજી લેવાની ભૂલ કરો છો એટલે પૂરો સંદર્ભ બદલાઈ જાય છે. એકાકીપણું સુંદરતા, ભવ્યતા, હકારાત્મકતા ધરાવે છે. એકલતા, કંગાલિયત, નકારાત્મકતા, અશુભ અને શોકમગ્ન પરીસ્થિતિ સૂચવે છે. પ્રિયે, એકલતા પ્રકૃતિદત્ત છે. કોઈ એનાથી મુક્ત રહી શકતું નથી. સૌ એકલા જ આ જગતમાં પ્રવેશે છે અને અંતિમ પ્રયાણ સમયે એકલા જ હોય છે."
"પ્રશ્ન એ જ હોય છે. આપણે સામેની વ્યક્તિને એના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ નથી કરતા. એ શું કેહવા માંગે છે અથવા શું શું કહી શકે, એ વાત વિચારવાને બદલે એણે જે કહ્યું, એનો આ જ અર્થ હોઈ શકે એમ ધારીને ઉત્તમ સંબંધોને નિમ્ન કક્ષાએ લઇ જતા હોઈ છીએ. તર્ક વ્યક્તિમાં રહેલો પુરુષ છે અને મન વ્યક્તિમાં રહેલી સ્ત્રી. જયારે જયારે યુદ્ધ થાય, ત્યારે તર્કને આગળ કરી યુદ્ધ લડવું જોઈએ, પરંતુ જયારે જયારે સંવેદનશીલતાની વાત આવે ત્યારે મનનું કેહવું માનવું જોઈએ... સ્ત્રી સ્ત્રી છે અને પુરુષ પુરુષ. બંનેના વિચારવામાં, વર્તવામાં અને જીવવામાં ભેદ છે. સ્ત્રીએ પોતાનું જુદાપણું જાળવી રાખવું જોઈએ. ઘર્ષણ ઊભું કરવાને બદલે તમામ ગુણોને વધુ શુદ્ધ કરી વધુ સ્ત્રીત્વ વિકસાવવું જોઈએ. મન અને તર્ક વચ્ચેનું ઘર્ષણ ટાળવાનો એક શ્રેષ્ઠ ઉપાય એ છે કે વ્યક્તિ સતત આંખો ઉઘાડી રાખે અને ઉઘાડી આંખે દેખાતી વાતને પ્રથમ અનુભવે અને પછી એને તર્ક સુધી લઇ જાય. જો આટલું થઇ શકે, તો દામ્પત્યજીવનના પ્રશ્નો ઉદભવે જ નહીં."
"સુખ. નિયતીએ જે નિશ્ચિત કર્યું હોય, એના સ્વીકારમાં સુખ છે. ખરેખર તો આ આપણી મૂર્ખતા છે કે આપણે એવા અહંમા રાચીએ છીએ કે આપણે કશુંક કરી શકીએ છીએ. અમારું મળવું નિયતિ હતું. અમારો વિરહ પણ અમારા મિલનનાં સમયે જ ન્નીશ્ચિત થઇ ગયો હતો. પ્રત્યેક ક્ષણ વીતી જવા માટે જ જન્મ લે છે. આપણે સૌ ક્ષણોને બાંધી રાખવાના તરફડાટમાં વધુ ને વધુ પીડા ભોગવીએ છીએ. હું એને રોકી શકી જ ન હોત... પરંતુ, એના વિનાની આ અતૃપ્તિ, આ એકલતા અને જેને તું વેદના કહે છે, એ સુખ મારે માટે એની સાથે મારા જોડાયેલા હોવાની પ્રતીતિ છે. જો એને મને વિસારે પાડી હોત, તો મનેય ઝાઝો સમય ન લાગ્યો હોત, એને ભૂલતા.... આ તો અગ્નિ જેવું છે. જો ઇંધણ ના નાખો, તો તરત જ ઠરી જાય... પણ મને જાણ છે, મારો આત્મા જાણે છે કે, એણે પ્રત્યેક પળે ઇંધણ નાખ્યા કર્યું છે. અને એટલે જ, આ અગ્નિ આટલો પ્રજ્વલિત છે." --રાધાજી
હું પૂર્વ દિશામાંથી નથી આવ્યો,હું પશ્ચિમ દિશામાંથી નથી આવ્યો,હું ઉત્તર દિશામાંથી નથી આવ્યો,હું દક્ષિણ દિશામાંથી નથી આવ્યો,હું ઊધર્વ દિશામાંથી નથી આવ્યો,હું કોઈ પણ દિશા કે વિદિશામાંથી નથી આવ્યો;હું અધો દિશામાંથી નથી આવ્યો,છું જ. અને, રહીશ જ!હું આવ્યો જ નથી, હું તો હતો જ.
- સખા શ્રી કૃષ્ણ અને રાધાજી દ્વારા કેહ્વાયેલા ઉત્તમ વાક્યો અને સમજણો
કાજલ ઓઝા વૈદ્યની કૃષ્ણાયન માંથી.
Comments
Post a Comment