એક પત્ર મીરા ને ....


એક પત્ર મીરા ને લખવો છે.
મીરા, તમને પત્ર લખવા માટે સંબોધન નય,
આત્મ સંશોધન ની જરૂર પડે.

ખોવાવું પડે આપડા પોતાનામાં;
પૉપ સંગીતમાં મસ્ત બનેલા અમને,
તમારા એકતારા ના સુરનો પરિચયતો ક્યાંથી હોય...!

માધવ માધવ ભજતાં ભજતાં ખરેખરતો, 
તમેજ માધવ બની ગયા છો.
સાચું કહું છું, તમારા મુખ ને દર્પણમાં જોઈ લેજો...

સમાજે ભલે એની સમજ મુજબ તમને ભક્ત કહ્યા... 
પણ તમેતો કૃષ્ણના પ્રેમની મસ્તીમાં ગળાડૂબ હતા.

મીરા, તમને ક્યારેય ગુસ્સો ના આવ્યો...?
કૃષ્ણ તમને મોડા સમજ્યા એનો નય...,
કૃષ્ણ એ તમારી બોવ પરીક્ષા કરી એનો...!

સ્ટ્રીટલાઈટના અજવાળાંમાં ઉછળેલી સંસ્કૃતીને...,
ચાંદની રાતનાં અજવાળાની ખબરતો ક્યાંથી હોય...! 

પ્રેમ તમે કર્યો જ નથી,
તમે જે કઈ કર્યું તે જ પ્રેમ છે.

મીરા, તમે જ કહો કૃષ્ણ ની વાંસળી કેવી રીતે સંભળાય...? 
એનો સાદ તો ડિસ્કોથેક ના ઘોંઘાટીયાં વાતાવરણમાં પણ સંભળાય, એ ખરું...  
પણ એ કાન લાવવાં ક્યાંથી...?

રાણા એ ધરેલા કટોરાનું  ઝેર તમે ભલે પીધું,
પણ ખરેખર તો તમે રાણાનો અહંકાર પી ગયેલા.

કટોરોં તો મેય ધર્યો છે.
આંખો માંથી તમારી યાદના નીકળેલા આંસુનો.
પીવા આવો છો ને...?

તમારો એકતારો ઉછીનો લઈને કાલે સ્વપ્નમાં હું કૃષ્ણ ને ભજવા બેઠો.
પણ એકતારો બોલ્યો, આ આંગળીઓ મીરાની નથી.
હું નય વાગું ...

મીરા હું તમને એક આજીજી કરું છું.
ભગવાન કરતા એના ભક્ત તો મોટા હોય છે ને...!
તમને માધવ મળે તો કેહજો કે 
મારે મીરા બનવું છે.

આપણે દરેક જણની આ આકાંક્ષા રહી છે.

આપણને દરેક જણ ને એક પ્રશ્ન થવો જોઈએ... 
કે આપણે મીરા કેમ નથી ...?

આ પ્રશ્ન જ્યાં પૂરો થાય છે ને, 
ત્યાં એક બીજો પ્રશ્ન શરુ પણ થાય છે......

"આપણે મીરા હોત તો ...!?"

(-એક ભજન માંથી..)
Picture Rights to Creator.

Comments

Popular posts from this blog

લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

Learn to appreciate and understand different perspectives.