એક પત્ર મીરા ને ....
એક પત્ર મીરા ને લખવો છે. મીરા, તમને પત્ર લખવા માટે સંબોધન નય, આત્મ સંશોધન ની જરૂર પડે. ખોવાવું પડે આપડા પોતાનામાં; પૉપ સંગીતમાં મસ્ત બનેલા અમને, તમારા એકતારા ના સુરનો પરિચયતો ક્યાંથી હોય...! માધવ માધવ ભજતાં ભજતાં ખરેખરતો, તમેજ માધવ બની ગયા છો. સાચું કહું છું, તમારા મુખ ને દર્પણમાં જોઈ લેજો... સમાજે ભલે એની સમજ મુજબ તમને ભક્ત કહ્યા... પણ તમેતો કૃષ્ણના પ્રેમની મસ્તીમાં ગળાડૂબ હતા. મીરા, તમને ક્યારેય ગુસ્સો ના આવ્યો...? કૃષ્ણ તમને મોડા સમજ્યા એનો નય..., કૃષ્ણ એ તમારી બોવ પરીક્ષા કરી એનો...! સ્ટ્રીટલાઈટના અજવાળાંમાં ઉછળેલી સંસ્કૃતીને..., ચાંદની રાતનાં અજવાળાની ખબરતો ક્યાંથી હોય...! પ્રેમ તમે કર્યો જ નથી, તમે જે કઈ કર્યું તે જ પ્રેમ છે. મીરા, તમે જ કહો કૃષ્ણ ની વાંસળી કેવી રીતે સંભળાય...? એનો સાદ તો ડિસ્કોથેક ના ઘોંઘાટીયાં વાતાવરણમાં પણ સંભળાય, એ ખરું... પણ એ કાન લાવવાં ક્યાંથી...? રાણા એ ધરેલા કટોરાનું ઝેર તમે ભલે પીધું, પણ ખરેખર તો તમે રાણાનો અહંકાર પી ગયેલા. કટોરોં તો મેય ધર્યો છે. આંખો માંથી તમારી યાદના નીકળેલા આંસુનો. પીવા આવો છો ને...? તમારો એક...