Posts

Showing posts from January, 2021

કૃષ્ણાયન માંથી.....

Image
"વિશ્વકર્માએ સર્જેલી મૃત્યુ, જરા, દુઃખ અને રોગ ન આપે તેવી ધરા હું સમુદ્રને પાછી સોપીશ અને ત્યાર પછી હું સ્વધામ ફરીશ....." "નબળાઈ સ્વીકારી લેવી એનાથી મોટી કોઈ નબળાઈ નથી...." "કૃષ્ણનો ધર્મ સ્વીકારવાનો છે... એ કશાયનો અસ્વીકાર નથી  કરતા" "જળનું મૂલ્ય ત્યારે જ સમજાય છે, જયારે તરસ હોય... તરસ વિનાનાં જળને કોઈ સન્માંનતુ નથી..." "સમય અને સંજોગો કોઈનીય પ્રતીક્ષા નથી કરતા... આજે મારો સમય પણ ના કહે છે મને... સમયથી વધુ પ્રતીક્ષા કરવાની..." "રુદન ઘણી વાર ખુબ શાંતિ આપે છે સખી, રુદન અટકાવીને આપણે આપણા જ શ્વાસ રૂંધીએ છીએ...." "જયારે જયારે મનમાં શંકા ઉદભવે છે ત્યારે શ્રદ્ધા લુપ્ત થાય છે, સખી!" "પુરુષ સ્ત્રીમાં શરીર સિવાય શું ઝંખે? પુરુષ સ્ત્રીમાં ઘણુબધું ઝંખે છે. એક મા, એક પ્રિયતમા, એક પત્ની, એક મિત્ર, એક મંત્રી અને ક્યારેક એક વિચક્ષણ શત્રુ પણ...." "પણ હું તો પૂર્ણ જ આપું છું સૌને. ક્યારેય ઓછું કે વધતું-ઘટતું વહેચતો જ નથી. આ તો દ્રષ્ટિનો ભ્રમ છે. કોઈ ક્યારેય સ્નેહ કરવામાં મણા નથી રાખતું, આપણું મન જ વધુ ને વધુ માંગ્યા કર...