Beautiful words with very deep meaning...

 

Beautiful words with very deep meaning...


❛ ચાલને એક નવી કોશિશ કરીએ કોઈના ' વિશે ' બોલવા કરતાં કોઈની ' સાથે ' બોલીએ ❜


❛ શબ્દો મારાં સાંભળી, વાહ વાહ તો સૌ કરે.....પણ મૌન મારું સાંભળે, કાશ એવું એક જણ મળે ...❜


❛ બદલો લેવામાં શું મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળાને બદલી નાખો .... ❜


❛ સંબંધ તો એવા જ સારા ,જેમાં હક પણ ન હોય, અને, કોઈ શક પણ ન હોય ... ❜


❛ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી...

તેથી, બધા કહે છે જમાનો ખરાબ છે. ❜


❛ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી માં ....

પણ, ઇશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભુતિમાં . ❜


❛જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા અને ........જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા ... ❜


❛જો "નિભાવવાની" ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ " સંબંધ " ક્યારેય તૂટતો નથી .... ❜


❛તમારા ચહેરા પરનું સ્મિત એ  કુદરતે તમને આપેલી બક્ષિસ છે. 

પણ, એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુદરતને આપેલી Return Gift છે.❜


❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે ... 

સાથે ચાલવાની મજા કેવી હોય છે ?❜


❛ખૂબ સહેલું છે કોક ને ગમી જવું,

અઘરૂં તો છે, સતત કોઈ ને ગમતા રહેવું.❜

👐😊👐

🙌🙌🙌 

Pic Source: Icon photo created by rawpixel.com - www.freepik.com

Comments

Popular posts from this blog

લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

The 7 Natural Laws of the Universe.

Learn to appreciate and understand different perspectives.